ગુજરાતી કાવ્યો અને વાર્તાઓ » Archive
મારો હક્ – ગીરીશ કલ્યાણી
કેમ છો એમ પૂછવાનો, મારો હક, ઉત્તર ના આપવો એ, તારો હક. તને જોઈ, સ્મિત આપવું એ મારો અધિકાર, સ્મિત ના આપી, દર્શાવી શકે છે તું ધિક્કાર. તને, મારા હૃદય માં રાખવાની મારી લાગણી, તારા મુખે એને લાગણીવેડા કહે, એ તારી વાણી. અંતિમ શ્વાસ સુધી, અરે જન્માંતર સુધી તને ચાહું, તું નહિ, તો તારી તસ્વીર તો છે, એમજ ચાલે મારી જીંદગી. ફરિયાદ તું કઈ અદાલત માં કરીશ મારી વિરુદ્ધ, કોઈ કાયદા ની પુસ્તકોમાં નથી એવો પ્રબંધ. ગીરીશ કલ્યાણી – ૧૧.૦૧.૨૦૧૧ … Read entire article »
ટિપ્પણી