Articles Comments

ગુજરાતી કાવ્યો અને વાર્તાઓ » કવિતા, મૌલિક » પરિતૃપ્તી – કલ્યાણી વ્યાસ

પરિતૃપ્તી – કલ્યાણી વ્યાસ

કાજળ ઘેરા અંધકાર મા

એક કાળુંમેશ વાદળ સરક્યું

અને વડની બખોલમાથી એ

ઘરડા ઘુવડે જોયું…

તેની આંખના ચમકારે જોયું

બિહામણી તીણી તેની કીકીયારીએ

આગીયાનુ પંખી જરા ઝબક્યું

કોઈ તારલીયો ટમક્યો ને થયો વિલીન

અને બે ઘડી પેલી નદી પણ થંભી ગઈ

   તેના પ્રવાહ વચ્ચેના વમળો

   વાદળાની વાત સાંભળવા

   જાણે ચક્રવ્યુહો રહ્યા બનાવી

પાનના ખડખડાટે નાનકી ખિસકોલી ભાગી

તેના પગમા અટવાયો પવન

ને ઠોકર ખાઈ ગયું વાતાવરણ

અજાણ્યો તે ભીની સુંગંધે મહેંકેલો તે

અચાનક આ કોલાહલ થી સાવધ થયો

ત્યાં તેની ટચલી આંગળીનું ટેરવું બોલ્યું

મને આભે ઉડવાનો અભરખો છે

કવિની કલ્પના થઈ કલમે રેલાવાનો અભરખો છે.

ભાઈ હું તો સંગે હોવા છતા દુર છું

મારા થીજેલા લોહીને ફરી ગરમ કરો

બસ આટલો મુજ પર ઉપકાર કરો

તે સ્તબ્ધ બની જોઇ રહ્યો તેની તરફ……….

  અને અચાનક શું થયું

તેણે તેની ટચલી આંગળી કરડી ખાધી

અને વહેતા ગરમ લોહીમા

બોળી કલમ તે આભે અક્ષર પાડી રહ્યો.

તેમાંથી એક કાળુંમસ વાદળ સરક્યું

કાજળઘેરા અંધકાર માં….

                       —-  કલ્યાણી વ્યાસ

Written by

Filed under: કવિતા, મૌલિક

Leave a Reply

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME