Articles Comments

ગુજરાતી કાવ્યો અને વાર્તાઓ » Archive

સ્નેહાંજલી — કલ્યાણી વ્યાસ

સ્થળ : સીમલા સવારના પાંચ વાગ્યા નથી કે રાબેતા મુજબ માઈકલ જનરલ હોસ્પિટલમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. વોર્ડબોય અને બાઈઓનો  અવાજ, પેશન્ટોને જગાડતો, કપડાં – બદલાવતા કંઈનું કંઈ બબડાતા શબ્દો, બિમાર દર્દીઓના ઊંહકારા, સિસ્ટરની સુચનાઓ, બાઈઓની સફાઈ કરવાની ઝડપ, બધું એક મશીનની જેમ ટપોટપ આટોપાતું હતું. રોહિત શર્મા, બારી પાસેના એક પલંગ ઊપર બેઠો હતો. તે પણ એક પેશન્ટ હતો આ હોસ્પીટલમાં, એક ૧૨  વર્ષનો પેશન્ટ. જેની આંખોમાં ખાલીપણું હતું છતાં બારી બહારના સોનેરી રંગના ફેલાતા જતા ઊજાસ ને જોઈને તેની આંખોમાં આહલાદકતા ભરાઈ ગઈ. તેને થયું કે આટલી સરસ સીમલાની સવાર સામે જોવાની કોઈને ફૂરસદ નથી. લાગતું હતું કે જાણે ઝાડ પણ સવારના ઊજાસને કારણે અને પંખીઓના ટહુકાથી હમણાં જ ઊઠ્યા છે. તે હતો તો બાળક, પણ સંજોગોએ તેને ઠરેલપણું અને સમજદારી જલદીથી આપી દીધી હતી અને સાથે સાથે ભયાનક … Read entire article »

Filed under: મૌલિક, વાર્તા

પરિતૃપ્તી – કલ્યાણી વ્યાસ

કાજળ ઘેરા અંધકાર મા એક કાળુંમેશ વાદળ સરક્યું અને વડની બખોલમાથી એ ઘરડા ઘુવડે જોયું… તેની આંખના ચમકારે જોયું બિહામણી તીણી તેની કીકીયારીએ આગીયાનુ પંખી જરા ઝબક્યું કોઈ તારલીયો ટમક્યો ને થયો વિલીન અને બે ઘડી પેલી નદી પણ થંભી ગઈ    તેના પ્રવાહ વચ્ચેના વમળો    વાદળાની વાત સાંભળવા    જાણે ચક્રવ્યુહો રહ્યા બનાવી પાનના ખડખડાટે નાનકી ખિસકોલી ભાગી તેના પગમા અટવાયો પવન ને ઠોકર ખાઈ ગયું વાતાવરણ અજાણ્યો તે ભીની સુંગંધે મહેંકેલો તે અચાનક આ કોલાહલ થી સાવધ થયો ત્યાં તેની ટચલી આંગળીનું ટેરવું બોલ્યું મને આભે ઉડવાનો અભરખો છે કવિની કલ્પના થઈ કલમે રેલાવાનો અભરખો છે. ભાઈ હું તો સંગે હોવા છતા દુર છું મારા થીજેલા લોહીને ફરી ગરમ કરો બસ આટલો મુજ પર ઉપકાર કરો તે સ્તબ્ધ બની જોઇ રહ્યો તેની તરફ……….   અને અચાનક શું થયું તેણે તેની ટચલી આંગળી કરડી ખાધી અને વહેતા ગરમ લોહીમા બોળી કલમ તે આભે અક્ષર પાડી રહ્યો. તેમાંથી એક કાળુંમસ વાદળ સરક્યું કાજળઘેરા અંધકાર માં….         … Read entire article »

Filed under: કવિતા, મૌલિક

Powered By Indic IME