ગુજરાતી કાવ્યો અને વાર્તાઓ » કવિતા, મૌલિક » એ મારો પહેલો પ્રેમ હતો!
એ મારો પહેલો પ્રેમ હતો!
એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું,
એ મારો પહેલો પ્રેમ હતો એ મારું પહેલું સુખ હતું!
ઉંમર હતી આકર્ષણની ને જીવન ગાંડુંતૂર હતું,
ગમતાં સપનાં રોજ ઊગે ને ઊર્મિઓનું પૂર હતું!
નામ બધાએ મિત્રોમાં આ બંદાનું મશહૂર હતું,
બસ એની યાદો પાસે મારી બાકી સઘળું દૂર હતું!
હથેળીઓ પર સદા લખેલું એનું વહાલું નામ હતું,
ના પોતાનું સરનામું નહીં ઘેલાનું કોઈ નામ હતું!
પ્રેમમાં આખું જીવન એવું મઘમઘમતું ચકચૂર હતું,
એની આંખો મારું ઘર ને મારું એક જ ગામ હતું!
- સંજય વિ. શાહ ‘શર્મિલ’
(૧૯૯૨-૯૩માં લખાયેલી મારી એક કૄતિ)
Filed under: કવિતા, મૌલિક · Tags: affection, egujarati, first love, gazal, gazals, gujarat, gujarati, gujarati gazal, gujarati gazals, gujarati literature, gujarati poem, gujarati poetry, gujarati sahitya, gujrat, gujrati, kavita, kavitas, manhar udhas, mohabbat, mumbai samachar, pahela pyar, poem, poems, poetries, poetry, prem, ramesh parekh, sahitya, sanjay v shah, soli kapadia, suresh dalal, writer, writing 0








ભાઈ…. ભાઈ ….
શું રચના છે!!!!!
સરસ……………………
વાહ બહુજ સારું!