Articles Comments

ગુજરાતી કાવ્યો અને વાર્તાઓ » Featured, કવિતા, પ્રજ્ઞા વશી, પ્રતિષ્ઠિત » ડેલીએ આવે તો – પ્રજ્ઞા વશી

ડેલીએ આવે તો – પ્રજ્ઞા વશી

ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…

આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા,
કમખા ને ઓઢણીની કોરે ચીતરેલા મોરલાં ઓછા ના ટહુક્યા;
કુમળા એ અવસરને એમ થયું જાણે કે સોળ વરસ બાથમાં ભરું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી,
હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમરોમ રણઝણની લ્હાણી;
મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

- પ્રજ્ઞા વશી

Written by

Filed under: Featured, કવિતા, પ્રજ્ઞા વશી, પ્રતિષ્ઠિત · Tags: , ,

One Response to "ડેલીએ આવે તો – પ્રજ્ઞા વશી"

  1. paresh joshi says:

    પ્રજ્ઞા વસી,

    તમારી કવિતા વાચ્યા પછી દાદ દેવા નું મન થાય છે . superb , વાક્ય રચના અને શબ્દો ની ગુથની ભાવ સભર.
    ઘણા સમય પછી રસ ભરી કવિતા વાચી .

Leave a Reply

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME