Articles Comments

ગુજરાતી કાવ્યો અને વાર્તાઓ » કવિતા, ઝવેરચંદ મેઘાણી, પ્રતિષ્ઠિત » કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

– ઝવેરચંદ મેઘાણી

Written by

Filed under: કવિતા, ઝવેરચંદ મેઘાણી, પ્રતિષ્ઠિત

4 Responses to "કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી"

  1. Gujrati …gujrat ma prshidd kavi o thay gaya tema …ઝવેરચંદ મેઘાણી MAHANA KAVYA KAR THAI GYA……temane potanu jeewan desh na kalyana mate samrprit kari didu……i LOVE U GUJRAT
    BHUPEN CHAUDHARI
    mo. 8128027059
    ….Mandvi (surat)

  2. Rohit patel says:

    Unforgetable simply

  3. shyam rajgor says:

    ઝવેરચંદ મેઘાણી apna gujrat na mahan kavi hata. ઝવેરચંદ મેઘાણીgana badha kavyo lakhya hata. ઝવેરચંદ મેઘાણી ne rastriya sayar tarike awarrd appvama avyo hato. ઝવેરચંદ મેઘાણી na kavyo pura bharat ma suprasidh chhe.khas karine to kasumbino rang kavya khubaj suprasidh chhe.
    shyam rajgor
    bag mandvi (kutch)
    mo.7567535733

  4. valji Bhachu Verat says:

    ખરેખર ઝવેરચંદ મેઘાણી નું આ “કસુંબી નો રંગ” મને તો એટલું બધું ગમે છે કે એના માટે આપના શબ્દો ઘણા નાના પડી જાય એમ છે અને એમાંય “જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા”, “શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ” આ બધા વાક્યો તો આપનું હૈયું ડગમગાવી નાખે એવા છે.
    જી.કચ્છ, તા.રાપર, ગામ. સઈ

Leave a Reply

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME