ગુજરાતી કાવ્યો અને વાર્તાઓ » Archive
એ મારો પહેલો પ્રેમ હતો!
એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું, એ મારો પહેલો પ્રેમ હતો એ મારું પહેલું સુખ હતું! ઉંમર હતી આકર્ષણની ને જીવન ગાંડુંતૂર હતું, ગમતાં સપનાં રોજ ઊગે ને ઊર્મિઓનું પૂર હતું! નામ બધાએ મિત્રોમાં આ બંદાનું મશહૂર હતું, બસ એની યાદો પાસે મારી બાકી સઘળું દૂર હતું! હથેળીઓ પર સદા લખેલું એનું વહાલું નામ હતું, ના પોતાનું સરનામું નહીં ઘેલાનું કોઈ નામ હતું! પ્રેમમાં આખું જીવન એવું મઘમઘમતું ચકચૂર હતું, એની આંખો મારું ઘર ને મારું એક જ ગામ હતું! - સંજય વિ. શાહ ‘શર્મિલ’ (૧૯૯૨-૯૩માં લખાયેલી મારી એક કૄતિ) … Read entire article »
કંકોતરી – આસીમ રાંદેરી
મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને. ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે. કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ. રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ. જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી. ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે. જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે. દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે. ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… આસીમ હવે વાત ગઇ, … Read entire article »
Filed under: Featured, આસીમ રાંદેરી, કવિતા, પ્રતિષ્ઠિત
ડેલીએ આવે તો – પ્રજ્ઞા વશી
ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું? સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું… આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા, કમખા ને ઓઢણીની કોરે ચીતરેલા મોરલાં ઓછા ના ટહુક્યા; કુમળા એ અવસરને એમ થયું જાણે કે સોળ વરસ બાથમાં ભરું… સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું. હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી, હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમરોમ રણઝણની લ્હાણી; મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું… સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું. - પ્રજ્ઞા વશી … Read entire article »
Filed under: Featured, કવિતા, પ્રજ્ઞા વશી, પ્રતિષ્ઠિત
કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી
લાગ્યો કસુંબીનો રંગ - રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ.. ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ.. નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ… પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ; બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ… ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ; દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! … Read entire article »
Filed under: કવિતા, ઝવેરચંદ મેઘાણી, પ્રતિષ્ઠિત
એક એવી વેબ સાઇટ જયાં તમે તમારી પોતની રચનાઓ અન્ય કવિઓ અને વાર્તાકારો સામે મુકી શકો છો.
કેમ છો? જો તમે કવિ કે વાર્તાકાર છો અને તમે એવું ઇઃછો છો કે તમારી રચનાઓ તમે જગત આગળ મુકો, તો તમે બસ થોડા ક્લિક જ દુર છો. રજીસ્ટર કરો, લોગ ઇન કરો અને પોસ્ટ કરો. આભાર. … Read entire article »
Filed under: જનરલ
ટિપ્પણી