નવિનતમ
સ્નેહાંજલી — કલ્યાણી વ્યાસ
સ્થળ : સીમલા સવારના પાંચ વાગ્યા નથી કે રાબેતા મુજબ માઈકલ જનરલ હોસ્પિટલમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. વોર્ડબોય અને બાઈઓનો અવાજ, પેશન્ટોને જગાડતો, કપડાં – બદલાવતા કંઈનું કંઈ બબડાતા શબ્દો, બિમાર દર્દીઓના ઊંહકારા, સિસ્ટરની સુચનાઓ, બાઈઓની સફાઈ કરવાની ઝડપ, બધું એક મશીનની જેમ ટપોટપ આટોપાતું હતું. રોહિત શર્મા, બારી પાસેના એક પલંગ ઊપર બેઠો હતો. તે પણ એક પેશન્ટ હતો આ હોસ્પીટલમાં, એક ૧૨ વર્ષનો પેશન્ટ. જેની આંખોમાં ખાલીપણું હતું છતાં બારી બહારના સોનેરી રંગના ફેલાતા જતા ઊજાસ ને જોઈને તેની આંખોમાં આહલાદકતા ભરાઈ ગઈ. તેને થયું કે આટલી સરસ સીમલાની સવાર સામે જોવાની કોઈને ફૂરસદ નથી. લાગતું હતું કે જાણે ઝાડ પણ સવારના ઊજાસને કારણે અને પંખીઓના ટહુકાથી હમણાં જ … Read entire article »
વિશિષ્ટ
કંકોતરી – આસીમ રાંદેરી
મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
Read more »
ડેલીએ આવે તો – પ્રજ્ઞા વશી
ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું? સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…
આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા, કમખા … Read more »
લોકપ્રિય
કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી
લાગ્યો કસુંબીનો રંગ - રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા … Read more »
એ મારો પહેલો પ્રેમ હતો!
એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું, એ મારો પહેલો પ્રેમ હતો એ મારું પહેલું સુખ હતું! ઉંમર હતી આકર્ષણની ને જીવન ગાંડુંતૂર હતું, ગમતાં સપનાં રોજ ઊગે ને ઊર્મિઓનું પૂર હતું! નામ … Read more »
જુમો ભિસ્તી – ધૂમકેતુ
આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાજતાનું લક્ષ ખેંચી રહેતાં. જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા. પતરાંનાં, પાટિયાંનાં અને … Read more »
નવી પોસ્ટો..
પરિતૃપ્તી – કલ્યાણી વ્યાસ
એક કાળુંમેશ વાદળ સરક્યું
અને વડની બખોલમાથી એ
ઘરડા ઘુવડે જોયું...
તેની આંખના ચમકારે જોયું
બિહામણી તીણી તેની કીકીયારીએ
આગીયાનુ પંખી જરા ઝબક્યું
કોઈ તારલીયો ટમક્યો ને થયો વિલીન
અને બે ઘડી પેલી નદી પણ થંભી ગઈ
તેના પ્રવાહ વચ્ચેના વમળો
વાદળાની વાત સાંભળવા
જાણે ચક્રવ્યુહો રહ્યા બનાવી
પાનના ખડખડાટે નાનકી ખિસકોલી ભાગી
તેના પગમા અટવાયો પવન
ને ઠોકર ખાઈ ગયું વાતાવરણ
અજાણ્યો તે ભીની સુંગંધે મહેંકેલો તે
અચાનક આ … Read entire article »
એ મારો પહેલો પ્રેમ હતો!
એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું,
એ મારો પહેલો પ્રેમ હતો એ મારું પહેલું સુખ હતું!
ઉંમર હતી આકર્ષણની ને જીવન ગાંડુંતૂર હતું,
ગમતાં સપનાં રોજ ઊગે ને ઊર્મિઓનું પૂર હતું!
નામ બધાએ મિત્રોમાં આ બંદાનું મશહૂર હતું,
બસ એની યાદો પાસે મારી બાકી સઘળું દૂર હતું!
હથેળીઓ પર સદા લખેલું એનું વહાલું નામ હતું,
ના પોતાનું સરનામું નહીં ઘેલાનું કોઈ નામ હતું!
પ્રેમમાં આખું જીવન એવું મઘમઘમતું ચકચૂર હતું,
એની આંખો મારું ઘર ને મારું એક જ ગામ હતું!
- સંજય વિ. શાહ 'શર્મિલ'
(૧૯૯૨-૯૩માં લખાયેલી મારી એક કૄતિ)
જુમો ભિસ્તી – ધૂમકેતુ
આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાજતાનું લક્ષ ખેંચી રહેતાં. જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા. પતરાંનાં, પાટિયાંનાં અને ગુણિયાંનાં એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોનારૂપાનાં વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકાછાંયા જોઇ લીધા હતા. જનમ્યો ત્યારે શ્રીમંત મા-બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભરતું હશે કે પોતે દશ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા – વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ … Read entire article »
કંકોતરી – આસીમ રાંદેરી
મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય … Read entire article »
ડેલીએ આવે તો – પ્રજ્ઞા વશી
ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું? સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…
આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા, કમખા ને ઓઢણીની કોરે ચીતરેલા મોરલાં ઓછા ના ટહુક્યા; કુમળા એ અવસરને એમ થયું જાણે કે સોળ વરસ બાથમાં ભરું… સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.
હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી, હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમરોમ રણઝણની લ્હાણી; મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું… સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.
- પ્રજ્ઞા વશી
… Read entire article »કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી
લાગ્યો કસુંબીનો રંગ - રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં … Read entire article »
એક એવી વેબ સાઇટ જયાં તમે તમારી પોતની રચનાઓ અન્ય કવિઓ અને વાર્તાકારો સામે મુકી શકો છો.
કેમ છો? જો તમે કવિ કે વાર્તાકાર છો અને તમે એવું ઇઃછો છો કે તમારી રચનાઓ તમે જગત આગળ મુકો, તો તમે બસ થોડા ક્લિક જ દુર છો. રજીસ્ટર કરો, લોગ ઇન કરો અને પોસ્ટ કરો. આભાર. … Read entire article »
ટિપ્પણી